જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતી યુવતી તેણીના ઘરેથી અગમ્યકારણોસર ચાલી જતા લાપતા થયેલી યુવતીની પોલીસે શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા શૈલેષભાઈ દેવાભાઈ પરમાર નામના આધેડની પુત્રી ઝરણાબેન પરમાર (ઉ.વ.21) નામતી યુવતી તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલી જતા લાપતા થયેલી યુવતીની પરિવારજનો દ્વારા સગા સંબંધી તથા મિત્રવર્તુળોમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ યુવતીનો પતો લાગ્યો ન હતો. જેથી પરિવારજનોએ આ અંગેની પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે જામજોધપુર પોલીસે લાપતા થયેલી યુવતીની શોધખોળ કરવા તપાસ આરંભી હતી.


