જામનગર માર્કેટીંગ યાર્ડમાં હાલ જીરૂની મબલખ આવક થઈ રહી છે. આ વર્ષે સારૂ ઉત્પાદન અને અન્ય જિલ્લામાંથી જીરુની આવક થતા યાર્ડમાં જીરુની ઐતિહાસિક આવક નોંધાઈ છે. જામનગર માર્કેટીંગ યાર્ડમાં રાત્રીના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીના 12 કલાકમાં જીરૂ ભરેલા કુલ 250 વાહનો સાથે 17 હજાર ગુણીની આવક થઈ હતી. જામનગર, દ્વારકા, મોરબી સહીતના આસપાસના જિલ્લા માંથી જીરૂની જામનગર યાર્ડમાં આવક થઈ રહી છે. આ વર્ષે જીરૂનુ સારૂ ઉત્પાદન થતા જીરૂના શરૂઆતથી આવકમાં વધારો જોવા મળ્યો છે. હજુ પણ જીરૂની વધુ આવક થવાનો અંદાજ છે. જીરૂના હાલ એક મણના ભાવ ખેડુતો હરાજીમાં રૂા.2000 થી રૂા. 4100 સુધીના મળી રહ્યા છે.


