જામનગર શહેરના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં મહિલા સંચાલિત જૂગાર સ્થળે સિટી એ ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન રૂા.15150 ના મુદ્દામાલ સાથે પાંચ મહિલાઓને ઝડપી લીધા હતાં. જામનગરમાં સાત રસ્તા પાસે એકીબેકીના આંકડા પર જૂગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં યોગેશ્ર્વરનગર-2 શેરી નંબર-3 માં રહેતાં વૃદ્ધાના મકાનમાં બહારથી મહિલાઓને બોલાવી તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન છ મહિલાઓને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.10120 ની રોકડ રકમ અને પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.15120 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના સાત રસ્તા પાસે પ્રદર્શન મેદાનની દિવાલ નજીક જાહેરમાં ચલણી નોટો પર એકી બેકીના આંકડા બોલી જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન બીલાલ સુલેમાન સાંઢ, રફિક તૈયબ શેખા અને કમલેશ સવજી મંગી નામના ત્રણ શખ્સોને રૂા.1090 નીરોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


