Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરહોળીની રાત્રિના પુષ્પા સ્ટાઈલમાં લુખ્ખા શખ્સનો આતંક

હોળીની રાત્રિના પુષ્પા સ્ટાઈલમાં લુખ્ખા શખ્સનો આતંક

રણજીતનગર વિસ્તારમાં તબીબ સહિતના બે વ્યક્તિઓ ઉપર હુમલો : બે વાહનોમાં તોડફોડ : શખ્સે શર્ટ ઉતારી નિર્લજજ વર્તન કર્યું : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં હોળીની રાત્રે પુષ્પા સ્ટાઇલમાં એક શખ્સે હંગામો મચાવ્યો હતો. એક તબીબ સહિત બે વ્યક્તિ પર હુમલો કરી ત્યાં પાર્ક કરેલા બે વાહનોમાં તોડફોડ કરી નાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે તથા એકત્ર થયેલા લોકોના ટોળાની વચ્ચે જાહેરમાં પોતાનો શર્ટ ઉતારી નિર્લજ્જ વર્તન કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં રહેતા અને ત્યાં જ ફુટવેરની દુકાન ચલાવતા જયદીપ અરવિંદભાઇ સોલંકી નામના શખ્સે જાહેરમાં ભારે હંગામો મચાવ્યો હતો. હોળીની રાત્રે પોતાની દુકાન પાસે એક વ્યક્તિએ પોતાનું સ્કૂટર પાર્ક કર્યું હતું. જે સ્કૂટરમાં તોડફોડ કરી નાખી હતી. તે ઉપરાંત બાજુમાં જ હોળીનો કાર્યક્રમ હોવાથી ત્યાં વીડીયો શુટિંગ કરવા માટે આવેલા એક વીડીયો શુટરનું વાહન પણ તોડી નાખ્યું હતું. જેથી સ્કૂટરના માલિક દાનિશભાઇ ચૌહાણ તેને સમજાવવા જતાં દાનીશભાઇ અને ડો. કરણ મકવાણા વગેરે સાથે જયદીપ સોલંકીએ ઝપાઝપી કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતાં અને હંગામો મચાવી દીધો હતો. જેથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. ત્યારબાદ જયદીપ સોલંકી લોકોના ટોળાની વચ્ચે પોતાની શર્ટ કાઢીને ઉઘાડા ડીલે પુષ્પા સ્ટાઇલમાં હંગામો મચાવી દીધો હતો.

અંતે આ મામલે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં દાનિશભાઇ ચૌહાણની ફરિયાદના આધારે જયદીપ સોલંકી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ આરોપી ભાગી છૂટયો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular