જામનગર શહેર-જિલ્લામાં ગઈકાલે ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. બાળકો – યુવાનો દ્વારા રંગોત્સવની મનભરીની ઉજવણી કરવામાં આવી હતી. ખબર ગુજરાતના મીડિયા પાર્ટનર સંગાથે રાસ-રસિયા ગ્રુપ દ્વારા રંગ લગા દે મેગા પુલ પાર્ટી તેમજ આર કે ઈવેન્ટ દ્વારા રંગ ઉત્સવ ધુળેટી મહોત્સવનું આયોજન થયું હતું.
ગઈકાલે રાસ રસિયા ગ્રુપ દ્વારા ‘ખબર ગુજરાત’ મીડિયા પાર્ટનર સંગાથે ‘રંગ લગા દે…2.0’ મેગા પુલ પાર્ટીનું ઓમ શાંતિ કાફે એન્ડ રેસ્ટોરન્ટ રણજીતસાગર રોડ કનકેશ્વરી કોલેજ સામે, જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું રાસ રસિયા ગુ્રપ દ્વારા આયોજિત કુલ નવમી અને હોળીની આ સતત બીજી ઇવેન્ટમાં ‘ખબર ગુજરાત’ મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલું હતું ગઈકાલે સવારે 9-30 કલાકથી આ ઇવેન્ટનો પ્રારંભ થયો હતો જેમાં શિંવાગી નેગી અને કરીશ્મા મસ્કે જેવા સેલિબ્રીટી એન્કર મોડલ, ડીજે હાર્દિક, પ્રખ્યાત ઢોલી અખ્તીયારની સાથે-સાથે ઓર્ગેનિક કલર, લાઇવ ડી.જે., સેલ્ફલ બુથ સહિતના આકર્ષણોથી લોકોને મોજ પડી હતી. જેમાં ત્રણ સ્વીમીંગ પુલ હોય શહેરીજનોએ મન ભરીને રંગોત્સવની મોજ કરી હતી. અને ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
View this post on Instagram
આ ઉપરાંત આર.કે. ઈવેન્ટ દ્વારા ક્રિષ્ના કાઠીયાવાડી હોટલ ખાતે મીડિયા પાર્ટનર ખબર ગુજરાતના સથવારે રંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એન્કર હેમાંગીબા જાડેજા, એંકર ભાર્ગવ ડી.જે. યશ્વી, ડી.જે.જય, ડી.જે. હેમુ સહિતના આકર્ષણો અને ડી.જે.ના તાલે અને ઢોલીના સંગાથે લોકોએ રંગોત્સવ માણ્યો હતો.
View this post on Instagram
જામનગર ઉત્સવપ્રેમી શહેર છે. ત્યારે શહેરમાં ગઇકાલે ધૂળેટી પર્વ ની પણ ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. લોકો મિત્ર વર્તુળ અને સ્નેહીજનો સાથે રંગે રમવા નીકળી પડયા હતા, અને શહેરનાં માર્ગો પર રંગોત્સવની ગૂંજ જોવા મળી હતી. શેરી-ગલીઓમાં સોસાયટીઓમાં ડી.જે. સાઉન્ડનાં સથવારે પણ લોકોએ રંગોની મોજ માણી હતી. તો શહેરની આસપાસ આવેલ કેટલાક રીસોર્ટ – રેસ્ટોરન્ટ સહિતનાં વ્યવસાયિક એકમોમાં પણ ધૂળેટીને લઇને પૂલપાર્ટી સહિતનાં વિવિધ આયોજનો થયા હતાં.ખાસ કરીને યુવા વર્ગે મનભરીને રંગોત્સવ ઉજવ્યો હતો.
જામનગર શહેરના તમામ મુખ્ય માર્ગો પર સવારે 10.00 વાગ્યાથી લઈને બપોરે 02:00 વાગ્યા સુધી લોકો રંગોતસ્વ મનાવતા જોવા મળી રહ્યા હતા અને ઠેર ઠેર રંગોની છોડ ઉડી રહેલી જોવા મળી હતી. જામનગરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય તબીબો, નર્સિંગ સ્ટાફ વગેરે પણ ધૂળેટીનું પર્વ ખૂબજ ધામ ધૂમ અને ઉત્સાહપૂર્વક મનાવ્યું હતું, અને એકબીજા પર રંગ ઉડાવીને ઉત્સવની ઉજવણી કરી હતી.
જોકે મોટાભાગે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવેલો હોવાથી એક પણ સ્થળે અનિચ્છનીય બનાવ કે કોઈ સંઘર્ષની ઘટના જોવા મળી ન હતી. અથવા વિના કારણે કોઈ ઉપર રંગ ઉડાવીને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ પણ થયો હોય તેવું જોવા મળ્યું ન હતું, અને શહેરીજનોએ અનુસાશન પૂર્વક ધૂળેટીનું પર્વ મનાવ્યું હતું.


