Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરનબળા કામ અંગે અરજી કરનાર સામાજિક કાર્યકરને મારી નાખવાની ધમકી

નબળા કામ અંગે અરજી કરનાર સામાજિક કાર્યકરને મારી નાખવાની ધમકી

જામનગર શહેરમાં લાલ બંગલા પાસે પીજીવીસીએલ કચેરીમાં વાલસુરા ફિડરમાં અંડરગ્રાઉન્ડ કેબલનું કામ શરતો મુજબ થતુ ન હોવાની કરેલી અરજીનો ખાર રાખી કોન્ટ્રાકટરે સામાજિક કાર્યકરને ફોન પર તથા રૂબરૂમાં મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં રહેતાં કલ્પેશભાઈ વિનોદરાય આશાણી નામના પ્રૌઢ સામાજિક કાર્યકરે પીજીવીસીએલમાં કાર્યપાલક ઈજનેર વિભાગીય કચેરી શહેર વિભાગ-1 માં 11 કે.વી. વાલસુરા ફિડરમાં અંડરગ્રાઉન્ડ કેબલનું કામ ચાલુ હોય. જે કામ વર્કઓર્ડરની શરતો અને જોગવાઈઓ મુજબ થતુ ન હોવાની અનવર ઈસ્માઈલ કુંગડા વિરૂધ્ધ અરજી કરી હતી. આ અરજી કર્યાનો ખાર રાખી અનવર કુંગડાએ કલ્પેશ આશાણીએ પીજીવીસીએલ કચેરીમાં તેમજ ફોન પર મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કલ્પેશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે અનવર કુંગડા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular