ભાણવડ પંથકના વતની અને રાજકોટમાં રહેતાં ખેડૂત વૃદ્ધને જમીનની માલિકીના નકશા અંગેના કાગળો કરવા માટે જામનગરમાં મહિલાના ઘરે બોલાવી આબરુ લેવાનો આરોપ મૂકી પોલીસની ઓળખ આપનાર બે સહિતના સાત શખ્સો દ્વારા વૃદ્ધ પાસેથી બળજબરીપૂર્વક 6,31,500 પડાવી લીધાનાબનાવમાં પોલીસે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર સહિત દેશભરમાં હનીટ્રેપમાં ફસાવી લોકો પાસેથી પૈસા પડાવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના સઈદેવળિયા ગામનાી વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પરના વિસ્તારમાં રહેતાં વસંતભાઈ ગોરધનભાઈ શીરા (ઉ.વ.62) નામના ખેડૂત વૃદ્ધને ગત તા.23 જાન્યુઆરથી તા.17 ફેબ્રુઆરી સુધીના સમય દરમિયાન વૃદ્ધની જમીનની માલિકીના નકશા અંગેના કાગળો કરવા માટે ભાવનગરના પાલિતાણાના હિતેન ચૌહાણ, કાળુ બારૈયા, હરેશ ખેરાલા નામના ત્રણ શખ્સોએ પૂર્વ આયોજીત કાવતરુ રચી વૃદ્ધને જામનગર શહેરના ખોડિયાર કોલોનીમાં આવેલા 40 વર્ષના અજાણી મહિલાના ઘરે બોલાવ્યા હતાં અને તે દરમિયાન વૃધ્ધે મહિલાની આબરુ લેવાનો આરોપ મૂકી પૈસા પડાવવા માટે વૃદ્ધને હનીટે્રપમાં ફસાવ્યા હતાં. તેમજ બે અજાણ્યા શખ્સો કે જેમણે પોલીસ તરીકેની ઓળખ આપી હતી. તથા મહિલાના ઘરનું લોકેશન મોકલનાર તેમજ આંગડિયા પેઢીમાં પૈસા લેવા જનાર અજાણ્યા બાઈકચાલક સહિતના શખ્સોએ કાવતરુ રચ્યું હતું.
આ કાવતરામાં વૃદ્ધ પાસેથી બળજબરીપૂર્વક મહિલાની આબરુ લેવાનો આરોપ મૂકી બોગસ પોલીસ સહિતના શખ્સોએ રૂપિયા આપી સેટીંગ કરી છૂટાવ માટે બળજબરીપૂર્વક 5,96,500 રોકડા પડાવી લીધા હતાં. તેમજ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને તેણીએ તમારું નામ આપેલ છે તેમ કહી બોગસ પોલીસે વધુ 1,25,000 ની માગણી કરી 35000 પડાવી લીધા હતાં. તેમજ ફોન ઉપર વાતચીત કરી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. આમ મહિલા સહિતના સાત શખ્સોએ વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી કુલ રૂા.6,31,500 ની રકમ પડાવી લીધાની વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. જેના આધારે પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે સાત શખ્સો વિરૂધ્ધગુનો નોંધી તપાસ આરંભી હતી.


