જામનગર શહેરમાં કનસુમરા કરીમનગર પરફેકટ કારખાના પાછળથી એલીસીબી પોલીસે ચાર શખ્સોએ તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.21,650 ની રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂા.41,650 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરેડને નિલગીરી ગોલાઈ નજીકથી પંચ બી પોલીસે બે શખ્સોને વર્લીમટકાનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10300 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર કનસુમરા કરીમનગર પરફેકટ કારખાના પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની એલસીબીના ભરતભાઈ ડાંગર તથા ક્રિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસે રેઈડ દરમિયાન બંટી મેવાલાલ જાટવ યાદવ, છોટુ મેવાલાલ જાટવ યાદવ, ક્રિપારામ મહેશકુમાર વર્મા, તથા જગન્નાથ અર્જુનભાઈ વર્મા નામના ચાર શખ્સો તથા કાયદાથી સંઘર્ષિત કિશોરેને જૂગાર રમતા ઝડપી લીધા હતાં. રેઈડ દરમિયાન રૂા.21650 ની રોકડ રકમ તથા રૂા.20,000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.41,650 નો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, દરેડ નીલગીરી ગોલાઈ પાસે જાહેરમાં વર્લી મટકાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ બી પોલીસે રેઈડ દરમિયાન શ્યામલાલ રતન પટેલ તથા કિરણભાઈ ધર્મા પટેલ નામના બે શખ્સોને વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરી જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10300 નો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


