જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે આજરોજ ડો. વિનુભાઈ ભંડેરીના નામની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત થતાની સાથેજ ભાજપના કાર્યકરોએ આ જાહેરાતને વધાવી મો મીઠા કરાવી શુભકામનાઓ પાઠવી હતી
ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરને આજે (6 માર્ચ) નવા ભાજપ પ્રમુખ મળવાની શરૂવાત થઈ ગઈ છે. ત્યારે પહેલા અમરેલી અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવ્યા બાદ આજે બપોરે જામનગર જિલ્લા ભાજપના અધ્યક્ષના નામની પણ સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાત પ્રદેશ ભાજપ નિયુક્ત ક્લસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા, પ્રદેશ નિયુક્ત જીલ્લા ચૂંટણી અઘિકારી એચ એમ પટેલ, સહ ચૂંટણી અધિકારી નરેશ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન ની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા ભાજપના નવા અધ્યક્ષ તરીકે ડો. વિનોદભાઈ ભંડેરીની નામની જાહેરાત કરવામાં આવી હતી
ભાજપ બાબુભાઈ જેબલિયા દ્રારા જિલ્લા ભાજપ પ્રમુખનુ નામ જાહેર કરાયુ હતું. ઉલ્લેખનીય છે કે વિનોદ ભંડેરી લેઉવા પટેલ સમાજના અગ્રણી છે અને જિલ્લા ભાજપના પુર્વ મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચુકયા છે. ત્યારેભારતીય જનતા પાર્ટી જામનગર જીલ્લાના અધ્યક્ષની નિયુકિત તરીકે તેમના નામની જાહેરાત તથા ભાજપના કાર્યકરો એ આ જાહેરાતને આવકારી હતી. આ તકે પૂર્વ પ્રમૂખ રમેશ ભાઈ મુંગરા સહિતના ઉપસ્થિતિ રહ્યા હતા.


