Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર પોલીટેનિક કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો - VIDEO

જામનગર પોલીટેનિક કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો – VIDEO

જામનગર અને દેવભુમિ દ્રારકા બંન્ને જિલ્લાની કોલેજના વિધાર્થીઓ માટે રોજગાર ભરતી મેળો જામનગરની પોલીટેકનિક કોલેજ ખાતે યોજાયો હતો. હાલારની 16 કોલેજના આશરે 1200 જેટલા યુવાનોએ 70 જેટલી કંપની અને શાળાઓમાં 800 જેટલી જગ્યા માટે ઈન્ટરવ્યુ આપ્યા હતા. રાજયના સુરત, હજીરા, બરોડા, જામનગર, રાજકોટ, દ્રારકા સહીતના શહેરમાં કંપનીઓએ ભાગ લીધો હતો. રાજય સરકાર દ્રારા અભ્યાસ પુર્ણ કરતાની સાથે વિધાર્થીઓને રોજગાર મળે તે હેતુથી રોજગાર ભરતી મેળાનુ આયોજન કરે છે.

- Advertisement -

જામનગરની સરકારી કોમર્સ કોલેજ દ્રારા સંકલન કરી જામનગરની સરકારી પોલીટેનિક કોલેજમાં મેગા પ્લેસમેન્ટ જોબ ફેર-2025 યોજાયો હતો. જેમા બંને જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેટ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અભ્યાસ પુર્ણ થતાની સાથે રોજગાર મળી શકે તેવા હેતુથી રોજગાર મેળાનુ આયોજન કરવામાં આવે છે. જેમાં સાન્યસ, ડિપ્લો ઈન્જિનિયર, આર્ટસ, કોમર્સ, બીએડના વિધાર્થીઓને તેમની લાયકાત મુજબ અલગ-અલગ 70 કંપની અને શાળામાં રોજગાર મળશે. પોલિટેનિક કોલેજની બીલ્ડીંગમાં અલગ-અલગ વિભાગોમાં ઈન્ટરવ્યુ માટેની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. 50 જેટલા સ્વયંસેવકોએ આવતા ઉમેરવારોને મુશકેલી ના થાય તે માટે મદદરુપ થવા સેવા બજાવી હતી. મેગા પ્લેસમેન્ટ જોબ ફેર-2025ના નોડલ ઓફિસર અને જામનગર સરકારી કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. મેહુલ આર. સોલાણીએ જણાવ્યુ હતુ કે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્રારા કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને અભ્યાસ પુ્ર્ણ થતાની સાથે રોજગારી મળી શકે તે હેતુથી આ પ્રકારના આયોજન કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular