Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરલાખાબાવળમાં રબારી પરિવારના 40 થી વધુ ઘેટાઓના અચાકન મોતથી અરેરાટી - VIDEO

લાખાબાવળમાં રબારી પરિવારના 40 થી વધુ ઘેટાઓના અચાકન મોતથી અરેરાટી – VIDEO

જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં પશુપાલનનો વ્યવસાય કરતા રબારી યુવાનના 40 થી વધુ ઘેટાઓના એકાએક શંકાસ્પદ મોત નિપજતા પશુપાલન વિભાગની ટીમ દ્વારા સ્થળ પર વીઝીટ કરી મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રબારી યુવાનના વાડામાં રહેલા 40 થી વધુ ઘેટાઓના એકાએક શંકાસ્પદ રીતે મોત નિપજ્યાની ઘટનાએ રબારી પરિવારને હચમચાવી દીધો હતો. અસંખ્ય ઘેટાઓના અચાનક મોત નિપજવાની ઘટનાની સરપંચ દ્વારા જાણ કરાતા પશુ ચિકિત્સા અધિકાર ડો. કિશોર પરમાર સહિતનો સ્ટાફ દ્વારા સ્થળ વિઝીટ કરી મોત નિપજેલા ઘેટાઓના પીએમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘેટાઓના મોત બાદ પીએમ થયા પછી જ એકાએક એક સાથે આટલા ઘેટાઓના મોત નિપજવાનું સાચુ કારણ બહાર આવી શકશે. જો કે, હાલ તો રબારી પરિવારના 40 થી વધુ ઘેટાઓના મોત નિપજવાની ઘટનાથી પરિવાર ઉપર આભ ફાટી પડયું હતું અને પશુપાલનનો વ્યવસાય કરતા રબારી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular