Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ભોજન વ્યવસથા

સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ભોજન વ્યવસથા

બોર્ડની પરીક્ષા દરમિયાન 500 થી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા: પ્રમુખ પૂનમબેન માડમના સૌજન્યથી

જોડીયા તાલુકામાં બોર્ડના વિધાર્થીઓ માટે ભોજન અંગેની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2010 થી સતત જોડીયા ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓની ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ આજથી શરૂ થતી ધો. 10ની બોર્ડની પરીક્ષા સમયે જોડીયાના પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા તમામ પરીક્ષાર્થીઓ, વાલીઓ, પરીક્ષાર્થીઓના વાહન ચાલકો, પરીક્ષા વ્યવસ્થાના તમામ શાળાઓના શૈક્ષણિક સ્ટાફ સહીત દરરોજ 500 થી વધુ લોકો માટેની ભોજન વ્યવસ્થા આજથી પરીક્ષાર્થીઓના પેપરના દિવસોમાં લોહાણા મહાજન વાડી-જોડીયા ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટના પ્રમુખ પૂનમબેન માડમના સૌજન્યથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા સંકલન પ્રવિણભાઈ માણેક કરી રહયા છે.

- Advertisement -

આ ભોજન વ્યવસ્થાનો લાભ લેવા પરીક્ષાર્થીઓ સહિત સૌ લગતને ટ્રસ્ટના પ્રમુખ પૂનમબેન મામએ અનુરોધ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular