જામજોધપુરમાં પાંચયારી સીમમાં ટોર્ચના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને સ્થાનિક પોલીસે રૂા.3.71 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ગોકુલનગરમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.14050 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુરમાં પાંચીયારી સીમમાં આવેલા વોંકળા પાસે જાહેરમાં ટોર્ચના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા હોવાની સુરેશભાઈ પરમાર, અશોકભાઈ ગાગીયા અને સરમણભાઈ ગરચળને મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ચંદુ છગન રાબડિયા, જસ્મીન મનસુખ જાલાવડિયા, દિવ્યેશ વાલજી ભલસોળ અને મિત દિનેશ ડેડાણિયા નામના ચાર શખ્સોને રૂા.51,200 ની રોકડ રકમ અને રૂા.3,20,000 ની કિંમતના 12 નંગ બાઈક સહિત કુલ રૂા.3,71,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં રેઇડ પૂર્વે ટોની ધાબાવારો, દાના કડીવાર, પ્રતિક જોશી, મેસુર ઉર્ફે મેહુલ રબારી, મેરો રબારી, પ્રકાશ વિરા પરમાર, ભુટા કાલરીયા, અશોક બાવરીયા અને જય કાંજિયા નામના નવ શખ્સો નાશી ગયા હોય જેથી પોલીસે તેર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલા મયુરનગરમાં પ્રજાપતિ વાડી પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચમન કેશવજીભાઈ પાડલીયા, અજય કરણ વાઘેલા, ચેતન ગગજી પરમાર, વિજય ભીખુ ઠકરાણી નામના ચાર ખેલંદાઓને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.14,050 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથધ રી હતી.


