ખંભાળિયા વિસ્તારમાં એક મહિલા કલાકારની ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.માં કોઈ અજાણ્યા શખ્સોએ છેડછાડ કરી, બીભત્સ અને અશ્લીલ વિડિયો પોસ્ટ કરતા અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રોમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક કલાકાર યુવતીના ચહેરાને મળતા આવતા એક ચહેરા વાળી મહિલાનો બીભત્સ વિડિયો તેણીના નામથી ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી.માં વાયરલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં કોઈ અજાણ્યા શખ્સોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બીભત્સ અને અશ્લિલ વિડીયો પોસ્ટ કરી ફરિયાદી જેવી જ દેખાતી અન્ય મહિલાનો અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ સમયે રેકોર્ડ કરેલો વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વહેતી કરવામાં આવી હતી.આ વીડિયોમાં ફરિયાદી દ્વારા ગાવામાં આવેલા ગીતોને મોર્ફ કરી વીડિયો ક્લિપમાં મર્જ કરીને સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કરાયો હતો. આથી અહીંના સાયબર પોલીસ મથકમાં કલાકાર યુવતીની ફરિયાદ પરથી વાંધાજનક વિડીયો પોસ્ટ કરનાર આઈ.ડી.ધારક તેમજ વપરાશકર્તા સહિત સંડોવાયેલા મનાતા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ પી.આઈ. વી.કે. કોઠીયા ચલાવી રહ્યા છે.


