Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરમહાશિવરાત્રી તેમજ બોર્ડની પરીક્ષાને એસટી વિભાગ દ્રારા માસ્ટરપ્લાન - VIDEO

મહાશિવરાત્રી તેમજ બોર્ડની પરીક્ષાને એસટી વિભાગ દ્રારા માસ્ટરપ્લાન – VIDEO

- Advertisement -

આગામી તારીખ 26 ફેબુઆરીના રોજ મહાશિવરાત્રીનુ પર્વ પર જુનાગઢ મોટી સંખ્યમાં મુસાફરો જતા હોય છે. મુસાફરી વધતી સંખ્યાને ધ્યાને લઈને એસટી વિભાગ જામનગર દ્રારા વધુ બસ દોડવવામાં આવશે. 23 ફેબ્રુઆરી રવિવારથી બે વધારાની બસ જામનગરથી જુનાગઢ માટે મુકવામાં આવી છે. દૈનિક જામનગરથી જુનાગઢ માટે અંદાજે 20 જેટલી બસ કાર્યરત છે. જામનગર એસટી ડિવીઝનની ત્રણ બસ જુનાગઢ ડિવીઝનમાં મહારાત્રી પર્વને અનુલક્ષીને મોકલવામાં આવી છે. જુનાગઢ જવા તેમજ ત્યાંથી પરત આવવા માટે મુસાફરોને મુશકેલી ના થાય એસટી વિભાગ દ્રારા આયોજન કરવામાં આવેલ છે. હાલ બે વધારાની બસ કાર્યરત કરવામાં આવી છે, તેમજ મુસાફરોની સંખ્યામાં વધારો થાય વધારાની બસો મુકવાની આયોજન કરવામાં આવ્યુ છે. જે માટે વધારાની બસ અને સ્ટાફ ફાળવવામાં આવેલ છે.

આ ઉપરાંત આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં તે માટે એસટીની તમામ બસમાં વિધાર્થીઓ માટે ખાસ કાળજી લેવાશે. એસટીની તમામ બસને પરીક્ષા વખતે વિધાર્થીઓને મુશકેલી ના થાય તે માટે ગ્રામ્ય વિસ્તારથી અન્ય સ્થળે જવા માટે ઉપયોગી થશે. અને જે ગામમાં વિધાર્થીઓ કે ગામ દ્રારા વધારાની બસની માંગણી કરવામાં આવે તે મુજબની બસ બોર્ડની પરીક્ષાના સમયને અનલક્ષીને ફાળવવામાં આવશે. એસટી વિભાગ દ્રારા સ્ટાફને સુચના આપવામાં આવી છે. બોર્ડની પરીક્ષા દરમિયાન ખાસ વિધાર્થીને અગવડતા ના પડે તે માટે વિશેષ કાળજી રાખવી. એકસપ્રેસ બસ હોય તો ગ્રામ્ય વિસ્તારમાં વિધાર્થીઓ માટે ઉભી રાખવાની સુચના આપવામાં આવી છે. આમ મહાશિવરાત્રી પર્વ પર જુનાગઢ તરફની વધારાની બસ અને બોર્ડની પરીક્ષા વખતે વિધાર્થીઓ માટે વધારાની બસ ફાળવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular