લાલપુર તાલુકાના રંગપર ગામના વાડી વિસ્તારમાં રહેતી યુવતી તેણીના ઘરેથી મઘ્યરાત્રિના સમયે કોઇને જાણ કર્યા વગર ચાલી જતા પોલીસ દ્વારા લાપતા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
લાલપુર તાલુકાના રંગપર ગામના વાડી વિસ્તારમાં રહેતા આલાભાઈ હમીરભાઈ કરમુર નામના યુવાનની પુત્રી વૈશાલીબેન કરમુર (ઉ.વ.19) નામની યુવતી શુક્રવારે મધ્યરાત્રિના સમયે તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતી રહી હતી રાત્રિના સમયે યુવતી લાપતા પરિવારજનો દ્વારા યુવતીની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ યુવતીનો પત્તો ન લાગતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસે લાપતા થયેલી યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


