Friday, December 5, 2025
Homeરાજ્યહાલારકલ્યાણપુર પંથકમાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા...

કલ્યાણપુર પંથકમાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ

જિલ્લામાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં સૌપ્રથમ વખત સજાનો હુકમ

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર મોહમ્મદ સોહેલ ઝાકીરહુસેન મેમણ તથા તેમની ટીમ દ્વારા ગત તારીખ 8 માર્ચ 2020 ના રોજ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેમત રામદે કરમુર નામના શખ્સ દ્વારા તેના જી.જે. 3 એ.ટી. 2409 માં દરિયાઈ રેતી ભરીને નીકળતા ભાણવડ તાલુકાના ગુંદલા ગામના પાટીયા પાસેથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ તેમની ટીમએ આરોપી હેમત રામદે કરમુરને રેતી ભરેલા ટ્રક સાથે અટકાવી ચેકિંગ કરતાં આ ટ્રકમાં આશરે 14 મેટ્રિક ટન જેટલો રેતીનો જથ્થો હોવાનો ખુલવા પામ્યું હતું.

- Advertisement -

આ રેતી અંગે ઉપરોક્ત શખ્સ પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી ન હતી. આથી આ સમગ્ર પ્રકરણ સંદર્ભે મુદ્દામાલને ભાણવડ પોલીસ મથકમાં રખાવી અને દરિયાઈ રેતી ખનીજની ચોરી અંગે ઉપરોક્ત શખ્સને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આરોપી દ્વારા ખનીજ રોયલ્ટી ચોરી તેમજ દંડની રકમ રૂપિયા 1,21,380 ન ભરતા આ અંગેની વિગતવાર લેખિત ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે આઈ.પી.સી. કલમ 379 તથા એમ.એમ.આર.ડી. એક્ટ તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઈનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) કાયદા અન્વયે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અંગેનો કરવામાં આવેલા ચાર્જશીટ બાદ આ કેસ ખંભાળિયાના એડિશનલ સેશન્સ જજ એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ કેસમાં કુલ આઠ સાક્ષીઓની તપાસ તેમજ ફરિયાદી અધિકારી દ્વારા આપવામાં આવેલી વિગતવારની જુબાની સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા ખનીજ ચોરી અને સાંકળતા પુરાવાઓ અને જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા નામદાર અદાલત સમક્ષ રોજકામ અને મુદ્દામાલ અન્વયે કરવામાં આવેલી લંબાણપૂર્વકની દલીલોને ધ્યાને લઈને એડિશનલ સેશન્સ જજ શ્રી એસ.જી. મનસુરીએ આરોપી હેમત રામદે કરમુરને તકસીરવાન ઠેરવી, અને ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular