જામનગર મહાનગરપાલિકા દ્રારા તા.31/03/2006 સુધીનાં રેન્ટબેઈઝ પધ્ધતિ મુજબ તથા તા.01/04/2006 થી તા.31/03/2024 સુધીનાં કારપેટ બેઈઝ પધ્ધતિ મુજબનાં મિલ્કત વેરા /વોટર ચાર્જીસ / વ્યવસાય વેરા તથા કારખાના લાયસન્સ ફી અને ભાડાની રકમ પર 100% વ્યાજમાફી યોજના તા.15/02/2025 થી તા.31/03/2025 સુધી જાહેર કરવામાં આવેલ છે, આથી જે બાકીદારોનો મિલકતવેરા/વોટર ચાર્જીસ/વ્યવસાય વેરા તથા તેને સંલગ્ન અન્ય વેરાઓ ભરવાના બાકી હોય તેવા બાકીદારોને 100% વ્યાજમાફી યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકામાં ટેક્સ સ્વીકારવા માટે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, શરૂ સેક્શન સિવીક સેન્ટર, રણજીતનગર સિવીક સેન્ટર, ગુલાબનગર સિવીક સેન્ટર, મોબાઈલ કલેક્શન વેન, જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ભરપાઈ કરી શકશે. જુના બાકી રહેતા વેરા પર 100 ટકા વ્યાજમાફીનો લાભ લઈને વેરાની ભરપાઈ કરવા માટે મહાનગર પાલિકા દ્રારા અપીલ કરવામાં આવી છે


