Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવાન સાથે છેતરપિંડી આચરી બાઈક પડાવી લેનાર શખ્સ ઝડપાયો

જામનગરમાં યુવાન સાથે છેતરપિંડી આચરી બાઈક પડાવી લેનાર શખ્સ ઝડપાયો

સાડા ત્રણ વર્ષ પહેલાં ટ્રક મેળવી લઇ બારોબાર વેંચી માર્યો : ટ્રક વેંચાણના પૈસાની ઉઘરણી કરતાં યુવાનનું બાઈક પણ પડાવી લીધું

જામનગરના યુવાન પાસે વેંચાણના બહાને ટ્રક મેળવી લઈ ચાર લાખની છેતરપિંડીની ફરિયાદમાં પોલીસ એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપી જેલમાં હોય અને ત્રીજો આરોપી ફરાર હોય શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર રહેતા અને ટ્રક ચલાવતા મહમદ યાસીન બુખારી નામના યુવાન પાસેથી વેંચાણના બહાને ટ્રક મેળવી લીધા બાદ બારોબાર ચાર લાખમાં વેંચી નાખી આમિન હુશેન નોતિયાર તેનો ભાઈ અબ્દુલ ઉર્ફે વસીમ હુશેન નોતિયાર, રામ નંદાણિયા નામના ત્રણ શખ્સોએ યુવાનનું બાઈક પર ઝુંટવી લીધુ હોવાની ફરિયાદ સિટી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા મહમદે ટ્રક વેંચવાનો હોય જેથી આરોપીઓનો સંપર્ક કર્યો હતો. ત્રણેય શખ્સોએ મહમદ પાસેથી ટ્રક મેળવી લઈ ચાર લાખમાં વેંચી નાખ્યો હતો પરંતુ, આ ટ્રક વેંચાણની રકમ સાડા ત્રણ વર્ષ થયા છતા પરત આપતા ન હતા. દરમિયાન રકમની ઉઘરાણી કરતા ત્રણેય શખ્સોએ મહમદને ધાકધમકી આપી તેનું બાઈક પણ પડાવી લીધું હતું.

આ પ્રકરણમાં પોલીસે અબ્દુલ ઉર્ફે વસીમની ધરપકડ કરી હતી અને આ કેસમાં આમીન હુુશેન નાસતો ફરતો હોય જેની શોધખોળ માટે પોલીસે તપાસ આરંભી હતી. તેમજ રામ નંદાણયા ટ્રક કૌભાંડમાં છ માસથી જેલમાં હોય, જેથી પોલીસે જેલમાંથી કબ્જો મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular