જામનગરમાં આવીતકાલે 26મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વની ઉજવણીની તડામાર તૈયારી ચાલી રહી છે. પોલીસ દ્વાર પ્રજસતાક પર્વની ઉજવણીમાં પરેડનું આયોજન હોય. તેની તૈયારીના ભાગરૂપે પ્રેકટીસ અને રિહર્સલ ચાલી રહ્યા છે. આવતીકાલે જામનગર જિલ્લા કક્ષાી ઉજવણી અંતર્ગત મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે.
જામનગર સહિત દેશભરમાં આવીતકાલે 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જામનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી જામનગર-ખંભાળિયા હાઈવે તુલસી એવન્યુની બાજુમાં સ્વામિનારાયણ મંદિરથી આગળ કરવામાં આવનાર છે. જેમાં કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ ઉજવણીને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. આ સાથે જિલ્લા કક્ષાની ઉજવણીમાં જામનગર પોલીસ દ્વારા પરેડ યોજાતી હોય. જેની છેલ્લાં ઘણાં દિવસોથી તડામાર તૈયારી ચાલી રહી છે. આજે આ પરેડની તૈયારીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા કલેકટર બી.કે. પંડયા, લાલપુર એએસપી પ્રતિભા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સ્થળ તથા સમગ્ર બાબતોનું નિરીક્ષણ કર્યુ હતું. જિલ્લા કલેકટરે રિહર્સલ દરમિયા પરેડની સલામી લીધી હતી.
આવતીકાલે યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણીમાં મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે સવારે 09 વાગ્યે ધ્વજવંદન કરવામાં આવશે. આ સાથે ટેબ્લો નિદર્શન, મંત્રી મુળુભાઈ બેરાનું ઉદબોધન, જામનગર જિલ્લાના વિકાસકામો માટે રાજય સરકાર તરફથી ફાળવવામાં આવેલ રૂા.25 લાખનો ચેક મંત્રીના હસ્તે કલેકટરને અર્પણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિધ્ધી મેળવેલ સંસ્થા/વ્યકિતઓનું સન્માન તથા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે.


