જામનગર શહેરમાં હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા ફુડ વેસ્ટનો ભૂગર્ભ ગટરમાં નિકાલ કરવામાં આવતો હોય જેના પરિણામે ગટરો જામ થવાના અને છલકાવાના બનાવો બનતા હોય છે. જેને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે. છેલ્લાં ચાર દિવસથી હાથ ધરાયેલ ચેકિંગમાં 17 જેટલી પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યા છે.
જામનગરમાં વિવિધ હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા હોટલ રેસ્ટોરન્ટમાં ફુડ વેસ્ટ તેમજ કીચન વેસ્ટ સહિતનો ખોરાકનો ભૂગર્ભ ગટરમાં નિકાલ કરવામાં આવતો હોય. જેને પરિણામે ભૂગર્ભ ગટરો જામ થાય છે. તેમજ ભૂગર્ભ ગટરો છલકાવાના બનાવો સામે આવે છે. ભૂગર્ભ ગટરો છલકાતા માર્ગો પર ગંદકી પણ ફેલાઈ છે. જેેને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહ હાથ ધરવામાં આવી છે. છેલ્લાં ચાર દિવસથી જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા, સોલીડ વેસ્ટ શાખા સહિતની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહયું છે. હોટલ રેસ્ટોરન્ટ દ્વારા ખોરાક તેમજ ફુડવેસ્ટનો યોગ્ય રીતે નિકાલ ન થતા ભૂગર્ભ ગટરો જામ થતી હોય, હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. બે જેટલી ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી આવા હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને નોટિસ ફટકારા રહી છે તેમજ દંડની વસુલાત પણ કરાઇ રહી છે. અને આ અંગે હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને તાત્કાલિક પગલાંઓ લેવા પણ તાકીદ કરાઈ રહી છે. છેલ્લાં ચાર દિવસમાં 17 જેટલી પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.


