જામનગર તાલુકાના દરેડ ગામમાં શુક્રવારીના મેદાનમાં અચાનક બેશુદ્ધ થઈ જતા શ્રમિક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતો અને મજૂરી કામ કરતા રાજુાઈ કરમણભાઈ વકાતર (ઉ.વ.33) નામનો ભરવાડ યુવાન તા.20 ના રોજ સવારે 07 વાગ્યાથી 10 વાગ્યા સુધીના સમય દરમિયાન દરેડ જીઆઈડીસીમાં આવેલા શુક્રવારીના મેદાનમાં હતો તે દરમિયાન એકાએક બેશુદ્ધ થઈ જતાં ઢળી પડયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે બાબુભાઈ વકાતર દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


