જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતી યુવતી તેના ઘરેથી નાસતો લેવાના પૈસા લઇને દુકાને નિકળ્યા બાદ કયાંક ચાલી જતા લાપતા થયેલી યુવતીની શોધખોળ પોલીસે આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા ગીરધભાઈ બોધાભાઇ મકવાણા નામના વૃદ્ધની પુત્રી પારસબેન ગીરધરભાઈ મકવાણા (ઉ.વ.21) નામની યુવતી ગત તા. 15 ના રોજ સાંજના સમયે તેણીના ઘરેથી દુકાને નાસતો લેવા જાવ છું તેમ કહીને નાસતાના પૈસા લઇ દુકાને ગયા બાદ કયાંક ચાલી જતાં પરત આવી ન હતી. ત્યારબાદ પરિવારજનો દ્વારા યુવતીની શોધખોળ કરવા છતાં પતો લાગ્યો ન હતો. જેથી આખરે યુવતીના પિતાએ પંચએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે હેકો બી એચ લાંબરીયા તથા સ્ટાફે યવતીની શોધખોળ આરંભી હતી.


