Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરલોરેન્સ બિશ્નોઈના નામે ધમકીના આક્ષેપ કરનાર શખ્સને પોલીસે દબોચ્યો - VIDEO

લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીના આક્ષેપ કરનાર શખ્સને પોલીસે દબોચ્યો – VIDEO

જામનગરના વેપારી દ્વારા શખ્સ વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ : પોલીસ ફરિયાદ ન થાય તેના માટે લોરેન્સ બિશ્નોઈના ગેંગની ધમકી મળ્યાનો આક્ષેપ: શહેર ડીવાયએસપી તથા સ્ટાફ દ્વારા પૂછપરછ

- Advertisement -

જામનગરમાં લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી મળ્યા અને હુમલા કરાયાના આક્ષેપ કરનાર શખ્સ વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરુ રચી બ્રાસપાર્ટના વેપારીની સાથે 2500 કિલો પીતળનો ભંગાર ખરીદ કરી 13.76 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદના આધારે પોલીસે શખ્સની ધરપકડ કરી પૂછપરછ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતાં અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા સાગર કારુ નંદાણિયા નામના વેપારી શખ્સે તેને કુખ્યાત લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકી આપવામાં આવતી હોવાની અને તેના ઉપર હુમલાઓ કરવામાં આવતા હોવાની બાબતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું. પરંતુ, આ પ્રેસ કોન્ફરન્સ કરે તે પહેલાં જ સાગર કરંગીયા વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાતા આ પ્રેસ કોન્ફરન્સ રદ્દ કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ 60 માં રહેતં અને મુળ અલીરાજપુર મધ્યપ્રદેશના વતની એવા અંતિમભાઈ ઠાકુરદાસ મોદી (ઉ.વ.45) નામના વેપારી યુવાન સાથે જામનગરના 80 ફુટ રીંગ રોડ પર રહેતાં સાગર કારુ નંદાણિયા નામના શખ્સે પૂર્વ આયોજિત કાવતરુ રચી વેપારી યુવાનને વિશ્ર્વાસમાં લઇ તેની પાસેથી બ્રાસપાર્ટના ભંગાર માલની ખરીદી કરી હતી અને આ માલના અડધા પૈસા ચૂકવી દીધા હતાં અને યુવાન વેપારીની મોદી મેટલ્સ નામની પેઢીનું બીલ તથા જીએસટી નંબર મેળવી વેપારીને બાકીના પૈસા આપવાના બદલે અન્ય પેઢીના નામનો ચેક અપી ચેકમાં પોતાની સહી કરી હતી. તેમજ વેપારીના જીએસટી નંબર તથા પેઢીના નામના આધારે સાાગરે આશાપુરા મેટલ નામની પેઢીમાંથી 2500 કિલો બ્રાસપાર્ટના ભંગારની ખરીદી કરી હતી. તેમજ અંતિમભાઈ પાસેથી અગાઉ ખરીદેલા બ્રાસપાર્ટના ભંગારના બાકી નિકળતા રૂા.13.76 લાખ નહીં ચૂકવી વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.

- Advertisement -

આ છેતરપિંડી અંગે બ્રાસપાર્ટના વેપારી અંતિમભાઈ દ્વારા સાગર કારુ નંદાણિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર ડી ગોહિલ તથા સ્ટાફે પૂર્વ આયોજિત કાવતરુ રચી છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. દરમિયાન પોલીસે સાગર કારુ નંદાણિયા નામના શખ્સની ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં વધુ એક ગુનો નોંધાવાની શકયતા છે અને લોરેન્સ બિશ્ર્નોઇની ધમકીના નામે પ્રેસ કોન્ફરન્સનું નાટક કરનાર શખ્સ સામે કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular