Friday, January 10, 2025
HomeUncategorizedજામનગર નજીક ડિઝલ ભરેલા ટેન્કરમાં આગ, જાનહાની ટળી

જામનગર નજીક ડિઝલ ભરેલા ટેન્કરમાં આગ, જાનહાની ટળી

ટાયરમાં આગ લાગતા ટ્રાફિક અટકાવાયો : ફાયરની ટીમે આગને કાબુમાં લીધી : ડ્રાઈવરની સમયસુચકતાને કારણે જાનહાની ટળી

- Advertisement -

જામનગર શહેર નજીક ખીજડિયા બાયપાસ પાસે ગઈકાલે રાત્રિના સમયે ડીજલ ભરેલા ટેન્કરના ટાયરમાં એકાએક આગ લાગતા જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડિયા બાયપાસ નજીકથી ગઈકાલે રાત્રિનાા સમયે પસાર થતા જીજે-12-એટી-8003 નંબરના ડીઝલ ભરેલું ટેન્કરમાં કોઇ કારણસર ટાયરમાં આગ લાગી હતી. ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગ્યાની જાણ થતા ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ તથા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. કેમ કે ડિઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગે તો મોટાપાયે નુકસાનની શકયતા હતી. વધુમાં મળતી વિગત મુજબ ટેન્કરના ચાલકની સમયસુચકતાને કારણે જાનહાની ટળી હતી. ફાયરબ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી અને પોલીસે અટવાયેલા વાહન વ્યવહારને ફરીથી શરૂ કરાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular