જામનગર શહરેમાં રામનગર વિસ્તારમાં રહેતાં યુવકને તેના પિતરાઈ ભાઈને બહુ હવા છે તેમ કહી ચાર શખસોએ એકસંપ કરી ગાળો કાઢી ફડાકા માર્યા હતાં. અને ઢીકાપાટુનો માર મારી યુવકના મામાને મારી નાખવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડમીલના ઢાળિયા પાસે રામનગર વિસ્તારમાં રહેતો અને ડ્રાઈવિંગ કરતો જયપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.22) નામનો યુવક તેના મામાના ઘરની બહાર બેઠો હતો તે દરમિયાન રામનગરમાં રહેતો અપુડી ઈસ્માઇલ શેખ, મનસુર સીદીક બાબરી, અને યાસીન સીદીક બાબરી તથા અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી યુવક પાસે આવ્યા હતાં અને અપુડીએ તારા મામાનો દિકરો મહિપાલસિંહ કયા છે તેને બહુ હવા આવી ગઇ છે તેમ કહેતા યુવકે તે બહાર ગયેલ છે તારે શું કામ છે ? જેથી ઉશ્કેરાયેલા અપુડીએ જયપાલસિંહને ત્રણ ફડાકા ઝીંકી દીધી હતાં અને તેની સાથે રહેલા અન્ય શખ્સોએ ઢીકાપાટુનો માર મારી જયપાલસિંહના મામાને પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઈ વી.એન. ગઢવી તથા સ્ટાફે લુખ્ખાગીરી કરતા ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માે શોધખોળ આરંભી હતી.