Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગરભાણવડમાં પ્રેમલગ્નનો ખાર રાખી આધેડ ઉપર જીવલેણ હુમલો

ભાણવડમાં પ્રેમલગ્નનો ખાર રાખી આધેડ ઉપર જીવલેણ હુમલો

લોખંડનો પાઈપ અને ધોકા વડે ચાર શખ્સો દ્વારા હુમલો: પોલીસ દ્વારા હુમલાખોરોને દબોચ્યા

- Advertisement -

ભાણવડ પંથકના કલ્યાણપુર વિસ્તારમાં રહેતા એક આહીર આધેડના કુટુંબીજન દ્વારા થોડા સમય પૂર્વે એક પરિવારની યુવતી સાથે કરવામાં આવેલા પ્રેમલગ્નના પ્રકરણમાં યુવતી પરિવારના ચાર શખ્સોએ મારી નાખવાના ઈરાદાથી હુમલો કરતા આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી, અને આરોપીઓને દબોચી લીધા હતા.

- Advertisement -

આ બનાવ અંગે ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ગોવિંદભાઈ કનુભાઈ ભારવાડીયા નામના 50 વર્ષના આહિર આધેડે આ જ વિસ્તારના રહીશ હમીર ભાયાભાઈ કરમુર, વિનોદ ભાયાભાઈ કરમુર, ભીખુ ખીમાભાઈ કરમુર અને રામદે ટપુભાઈ કરમુર નામના ચાર શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જેમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ફરિયાદી ગોવિંદભાઈના કુટુંબી એવા એક યુવાને આજથી આશરે દોઢેક માસ પૂર્વે આરોપી પરિવારની ક પુત્રીને ભગાડીને પ્રેમ લગ્ન કર્યા હતા.

આ બાબતનું મન દુ:ખ રાખીને ગુરૂવાર તા. 5 ડિસેમ્બરના રોજ ગોવિંદભાઈ ભારવાડીયા તેમના મોટરસાયકલ પર કપાસિયા લઈને કાટકોલા ગામ તરફ જતી સીમના રસ્તે જઈ રહ્યા હતા. ત્યારે આરોપીઓએ મોટરકારમાં આવીને ગોવિંદભાઈના મોટરસાયકલ આડે પોતાનું વાહન રાખી દીધું હતું. લોખંડના પાઈપ તેમજ લાકડાના ધોકા જેવા હથિયારો સાથે આવેલા આરોપીઓએ “આજે તો તને મારી નાખવો છે”- તેમ કહીને ગેરકાયદેસર રીતે મંડળી રચીને મારી નાખવાના ઈરાદાથી હુમલો કરીને તેમને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી.

- Advertisement -

આ બઘડાટી અને દેકારા દરમ્યાન આસપાસના રહીશો અહીં આવી જતા આરોપીઓ પોતાના હથિયારો લઇને નાસી છૂટ્યા હતા. જતા જતા આરોપીઓએ “જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તને તથા તારા દીકરાને જાનથી મારી નાખીશું”- તેવી ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે તમામ ચાર આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પીએસઆઇ કે.કે. મારુ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

હત્યાના પ્રયાસના આ ગંભીર બનાવ સંદર્ભે પોલીસે જરૂરી પુરાવાઓ એકત્ર કરી અને આ પ્રકરણમાં પીઆઈ પી.પી. બ્રહ્મભટ્ટ તેમજ તપાસનીસ અધિકારી મારુની ટીમ દ્વારા હ્ુમન સોર્સના આધારે ગણતરીના કલાકોમાં આરોપી હમીર ભાયાભાઈ, વિનોદ ભાયાભાઈ, ભીખુ ખીમાભાઈ અને રામદે ટપુભાઈની આ ગુનામાં ઉપયોગમાં લીધેલા હથિયારો તેમજ વાહન સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular