Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ગેંગરેપના આરોપીએ ચાર મકાનમાં લંગરીયા નાખી વીજચોરી આચરી

જામનગરમાં ગેંગરેપના આરોપીએ ચાર મકાનમાં લંગરીયા નાખી વીજચોરી આચરી

પીજીવીસીએલ અને પોલીસ દ્વારા ચેકિંગ : મકાનોના વીજ જોડાણ કાપી રૂા. અઢી લાખનો દંડ

- Advertisement -

જામનગરમાં અતિચકચારી ગેંગરેપ પ્રકરણના આરોપીના અલગ અલગ જગ્યાએ આવેલ મકાનોમાં પીજીવીસીએલની ટુકડી પોલીસ ટીમ સાથે ત્રાટકી વીજ ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં આરોપીના ચાર મકાનોમાંથી રૂા.અઢી લાખની વીજ ચોરીનો દંડ ફટકારી તમામ ઘરના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યાં હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હુશેન ઉર્ફે હુશેન વાઘેર ગુલામામદ ઈસ્માઈલ શેખ વિરૂધ્ધ ગેંગરેપનો કેસ નોંધાયો હતો. જે કેસમાં આરોપીના અલગ અલગ રહેણાંક મકાનોએ તપાસ દરમિયાન આરોપીના ભોગવટાવાળા અલગ અલગ મકાનોમાં પીજીવીસીએલનું મીટર લગાવેલ ન હોય અને પીજીવીસીએલના થાંભલામાંથી ડાયરેકટ કનેકશન મેળવી વીજ ચોરી થતી હોવાનું ધ્યાને આવતા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્રન હેઠળ સિટી એ ના પીઆઈ એન.એ.ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફની ટીમ અને જામનગર પીજીવીસીએલના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા આરોપી હુશેનભાઈ ઉર્ફે હુશેન વાઘેર ગુલમામદ ઈસ્માઇલ શેખ ના ઘાંચીની ખડકીએ આવેલ બે મકાનોમાં તેમજ સિલ્વરપાર્ક સોસાયટીમાં આવેલ એક મકાનમાં તથા પંચેશ્ર્વરટાવર પાસે આવેલ એક મકાનમાં ચેકિંગ કરતાં તમામ મકાનોમાં પીજીવીસીએલનું મીટર લગાવેલ ન હોય અને પીજીવીસીએલના થાંભલામાંથી ડાયરેકટ કનેકશન મેળવ્યાનું સામે આવતા તમામ ઘરના વીજજોડાણો કાપી નાખવામાં આવ્યા હતાં અને રૂા.2,50,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular