દિવાળી પર્વ શૃંખલા દેશભરમાં સૌથી વધુ ઉજવાતો તહેવાર છે ત્યારે પ્રજ્ઞાચક્ષુઓ, દિવ્યાંગોની ઉત્સવ ઉર્મીઓને સન્માન આપવા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમએ જામનગરમાં અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં પ્રજ્ઞાચક્ષુઓ સાથે તહેવાર અનુસંધાને ઉજવણીના ભાગરૂપે સૌને મીઠાઇ વિતરણ કર્યુ તેવીજ રીતે જી.જી.હોસ્પીટલમાં બાળકોના એક ખાસ વોર્ડમાં મીઠાઇ વિતરણ કર્યુ હતુ. આ ઉજવણીના ભાગરૂપે ઓમ ટ્રેનીંગ સ્કુલમાં દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવડા સહિતની વસ્તુઓ ખરીદી “વોકલ ફોર લોકલ” આહવાન કરી દિવ્યાંગોએ બનાવેલ વસ્તુઓ ખરીદીને તેઓના જીવનમાં ઉજવણીનો ઉજાસ પાથરવા આહ્વાન કર્યુ હતુ. પ્રજ્ઞાચક્ષુઓના ભીતરના અજવાળા તેમજ દિવ્યાંગોમાં ખામી સાથે ખૂબીઓના દર્શન કરવાનો આ લ્હાવો ભાવસભર રહ્યાનું સંસદસભ્ય પૂનમબેન માડમએ આ પ્રં જણાવ્યુ હતુ