આજે 22માં તીર્થપતિ શ્રી નેમનાથદાદાનો જન્મ કલ્યાણક છે. ત્યારે આખા વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. આજે દિક્ષા કલ્યાણક છે. ઉપરાંત ગઇકાલે પર્વાધિરાજ પર્વયૂષણનું મહિનાનું ધર પણ હતું. ત્યારે જામનગરમાં કાજીના ચકલા પાસે આવેલ મુળનાયક ભગવાન શ્રી નેમનાદાદાનું વર્ષો જુનું દેરાસર આવેલું છે. જ્યાં ગઇકાલે સવારથી ધર્મની હેલી ચાલુ થઇ હતી. સવારે સ્નાત્ર પૂજા ભણાવવામાં આવી હતી. ભગવાનની પૂજા કરવામાં ભાઇઓ-બહેનોએ લાઇનોમાં ઉભા રહેવું પડયું હતું. ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. બપોરબાદ ભગવાનને આંગી કરવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રીના દેરાસરને રોશનીથી શણગાર કરાયો હતો. રાત્રે 8:30 કલાકે દેરાસરના પટાંગણમાં જામનગરના સંગીતકાર વિક્રમભાઇ એન્ડ પાર્ટી ભાવના ભણાવી હતી. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લીધો હતો. આ ઉપરાંત શહેરના પેલેસ દેરાસરમાં પણ મહા મંગલકારી અઠ્ઠમ તપ (ત્રણ ઉપવાસ)નું આયોજન કરાયું હતું. પટેલ કોલોનીમાં આવેલા શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરમાં પણ સવારે સ્નાત્ર પૂજા ભણાવવામાં આવી હતી.