મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, જામનગર દ્વારા બુધવારના રોજ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 13 નોકરી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતાં અને ઉમેદવારોની સ્થળ ઉપર જ પસંદગી કરવામાં આવી હતી. આ રોજગાર ભરતી મેળામાં કુલ 165 જેટલા રોજગારવાંચ્છુકો ઉપસ્થિત રહ્યાં હતાં.