જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા સતત બીજા દિવસે હાથ ધરવામાં આવેલા વીજ ચેકીંગમાં રૂા.6.30 લાખની વીજ ચોરી ઝડપી લીધી હતી. કુલ 83 જોડાણો ચેક કરવામાં આવ્યા હતાં. જે પૈકી નવ વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ હતી.
જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા સતત બીજા દિવસે પણ વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરની સૂચના હેઠળ વીજચોરીના દુષણને ડામવા જામનગર પીજીવીસીએલની કચેરી દ્વારા બે દિવસથી જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં બુધવારે હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં પીજીવીસીએલની 14 જેટલી ટીમો દ્વારા 15 એસઆરપી સહિતના પોલીસ બંદોબસ્ત સાથે જામનગર શહેરના ગોકુલનગર, મયુરનગર, જીઆઈડીસી 3, કનસુમરા પાટીયા સહિતના જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા વીજ ચેકિંગમાં કુલ 83 વીજ જોડાણોમાં ચેકિંગ કરતા 9 વીજ જોડાણોમાંથી કુલ રૂા.6.30 લાખની વીજ ચોરી ઝડપી લીધી હતી.