જામનગર શહેરને પીવાનું પાણી પૂરુ પાડતો રણજીતસાગર ડેમ ઓવરફલો થઈ જતાં જામનગર ભાજપા દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતાંં. જામનગરના ધારાસભ્યો, મેયર સહિતના પદાધિકારીઓ તથા શહેર પ્રમુખ સહિતના સંગઠનના હોદેદારો, કોર્પોરેટરો વગેરે આ તકે ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉપરવાસમાં થયેલા સારા વરસાદને પરિણામે જામનગરની જીવાદોરી સમાન રાજાશાહી સમયમાં રણજીતસાગર ડેમ રવિવારે ઓવરફલો થયો હતો. રણજીતસાગર ડેમ ઓવરફલો થતા શહેરીજનોમાં હરખને હેલી છવાઈ છે ત્યારે જામનગર ભાજપા દ્વારા રણજીતસાગર ડેમના નવા નીરના વધામણા કરવામાં આવ્યાં હતાં. જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઈ નાખવા, શાસકપક્ષના નેતા આશિષભાઈ જોશી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શહેર ભાજપા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, કોર્પોરેટરો અરવિંદભાઈ સભાયા, ગોપાલભાઈ સોઠરીયા, ધિરેનભાઈ મોનાણી, પાર્થભાઈ જેઠવા, મુકેશભાઈ માતંગ, તપનભાઈ પરમાર, સુભાષભાઈ જોશી, બિનાબેન કોઠારી, સરોજબેન વિરાણી સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.