જામનગર શહેરમાં ચેમ્બરી કોલોનીમાં રહેતી મહિલાને તેણીના પતિ અને સાસરિયાઓ દ્વારા લગ્નજીવનના 13 વર્ષ દરમિયાન શારીરિક – માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં વિશાલ હોટલ સામે આવેલી ચેમ્બર કોલોનીમાં રહેતી શાહીસ્તાબેન મોહસીન મોટલાણી નામની મહિલાના લગ્ન રાજકોટમાં ભગવતી સોસાયટી એચ જે સ્ટીલ પાસે દુધની ડેરી નજીક રહેતા મોહસીન સફી મોટલાણી સાથે વર્ષ 2011 માં થયા હતાં. લગ્નના એક વર્ષ બાદથી જ પતિ મોહસીન, સાસુ રસીદાબેન, સસરા સફી અબ્દુલ કરીમ, જેઠાણી સબી સતાદબેન જાવીદ, જેઠ જાવીદ સફી સહિતના પાંચેય સાસરિયાઓ દ્વારા અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપી મારકૂટ કરી ગાળો કાઢતા હતાં. સાસરિયાઓ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને મહિલા જામનગરમાં રહેતા તેના પિતાના ઘરે આવી ગઇ હતી. દરમિયાન આ અંગેની જાણ કરતા પીએસઆઈ પી. આર. કારાવદરા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.