Tuesday, December 3, 2024
Homeખબર સ્પેશીયલશું તમે પણ 9 થી 5 લેપટોપ કે મોબાઇલ સ્કીન સામે બેસો...

શું તમે પણ 9 થી 5 લેપટોપ કે મોબાઇલ સ્કીન સામે બેસો છો ? તો જાણી લેજો….

- Advertisement -

આજકાલનું વર્ક સામાન્ય રીતે કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઇલ પર વધતું જાય છે જો તમે 9 થી 5 જોબ કરો છો અથવા તો સ્ટુડન્ટ છો અને આખો દિવસ કોમ્પ્યુટર, લેપટોપ સ્ક્રીન સાથે વિતાવો છો ? કે પછી મોબાઇલમાં ગેમ, રીલ કે સીરીઝ જોતા રહો છો તો જાણી લેજો કે તેનાથી આંખોના મસલ્સ પર જોર પડે છે અને તેને eye muscle fatigue કહે છે. આજકાલ આ સમસ્યા ખૂબ સામાન્ય થઈ ગઈ છે. ત્યારે તેના લક્ષણો, કારણો અને ઈલાજ જાણીએ એકપર્ટ પાસેથી…

- Advertisement -

ડો. અરવિંદ કુમાર (ફરીદાબાદ) નું કહેવું છે કે ઘણીવાર ઈલેકટ્રોનિક ઉપકરણોની નજીક કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ સતત લાંબો ટાઈમ યુઝ કરવાથી આંખો ખૂબ થાકી જાય છે. આંખોમાં ડ્રાયનેસ થવા લાગે છે. માથુ દુ:ખે છે, આંખો સામે ઘણી વખત અંધારુ છવાય જાય છે. જેના માટે કોઇપણ ઇલે. ઉપકરણના ઉપયોગ દરમિયાન દરેક 20 મિનિટ પછી 20 સેક્ધડનો બ્રેક આંખોને આપવો જોઇએ. આંખો થોડીવાર બંધ કરવી જોઇએ. આંખોને ચારેય દિશામાં ફેરવીને આંખોની કસરત કરવી જોઇએ. વચ્ચે વચ્ચે ચા, કોફી, જયુસ, પાણી વગેરે પ્રવાહી પીતુ રહેવું જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular