જામનગર શહેરમાં ટાઉનહોલ નજીક આવેલ જ્યોત ટાવર બિલ્ડિંગમાં આજે સવારે વિજળી ગુલ થઈ જતાં કોર્પરેટર કુસુમબેન પંડયા સહિત ત્રણેક લોકો લિફટમાં ફસાઈ ગયા હતાં. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દોડી જઇ લિફટમાં ફસાયેલ લોકોેન સલામત બહાર કાઢયા હતાં.