Thursday, October 24, 2024
Homeરાજ્યજામનગરપ્રથમ વરસાદે જ પીજીવીસીએલ તથા જેએમસીમાં વ્યાપક ફરિયાદો

પ્રથમ વરસાદે જ પીજીવીસીએલ તથા જેએમસીમાં વ્યાપક ફરિયાદો

અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થયાની 100 જેટલી ફરિયાદો : સ્ટ્રીટલાઇટની 90થી વધુ તથા ભૂગર્ભ ગટરની 300થી વધુ ફરિયાદો

- Advertisement -

જામનગર શહેરમાં પ્રથમ વરસાદે જ પીજીવીસીએલ અને જામનગર મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી હતી. જામનગરમાં પાવરકટની 100થી વધુ તેમજ સ્ટ્રીટલાઇટની 90થી વધુ તથા ભૂગર્ભ ગટર બંધની 300થી વધુ ફરિયાદ નોંધાઇ હતી. જેના પરિણામે શહેરીજનો પરેશાન થયા હતાં.

- Advertisement -

જામનગર શહેર જિલ્લામાં પ્રથમ વરસાદની સાથે જ ફરિયાદોનો મારો શરુ થયો હતો. આખો ઉનાળો પ્રિ-મોન્સુન કામગીરીના નામે શહેરના લગભગ તમામ વિસ્તારોમાં વિજ કાપ મુકાયા બાદ રવિવારે પ્રથમ વરસાદે જ પીજીવીસીએલની પોલ ખુલતાં અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. નવાગામઘેડમાં ટ્રાન્સફોર્મર ફાટતાં આ વિસ્તારમાં અંધારપટ્ટ છવાયો હતો. તો બીજીતરફ જોડિયા ભુંગા તથા ગોકુલનગરમાં ગાયને વિજ કરંટ લાગવાના બનાવો સામે આવ્યા હતાં. પટેલ કોલોની સબ ડિવિઝનલ હેઠળ આવતાં બેડી, બેડેશ્ર્વર, જોડિયા ભુંગા સહિતના વિસ્તારોમાં વિજળી ગુલ થયાની ફરિયાદો ઉઠી હતી. લોકોને લાઇટની ફરિયાદ કરવા રુબરુ જવું પડયું હતું.

આ ઉપરાંત સાત રસ્તા, ખંભાળિયા ગેઇટ સહિતના વિસ્તારોમાં પણ પાવર ગયો હોવાની ફરિયાદો ઉઠી હતી. વ્યાપક ફરિયાદો વચ્ચે વિજ તંત્રએ જાહેર કરેલ કમ્પ્લેઇન નંબર તથા બીએસએનએલના ડબલા બંધ થઇ જતાં લોકોને રૂબરૂ ધક્કા ખાવા પડયા હતાં.

- Advertisement -

જામનગરમાં લાઇટ ગયાની 100થી વધુ ફરિયાદો ઉઠી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકામાં સ્ટ્રીટલાઇટ બંધ થયાની 93 ફરિયાદો તથા ભૂગર્ભ ગટર જામ થઇ ગયાની 300થી વધુ ફરિયાદો નોંધાવા પામી છે. જામ્યુકોની ભૂગર્ભ ગટર શાખા દ્વારા પણ લોકોને વરસાદમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ન ખોલવા અનુરોધ કર્યો છે. આ ગટર વરસાદી પાણીના નિકાલ માટે નથી બની તેથી તેના ઢાંકણા વરસાદ દરમિયાન ખોલવાથી તેના નાના-નાના પાઇપોમાં માટી ભરાઇ જવાને કારણે પ્રશ્ર્નોથી અન્ય લોકોને પણ પરેશાની ભોગવવાનો વારો આવે છે તથા અકસ્માતનો પણ ભય રહે છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular