Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભણગોરની મહિલાની 15 વીઘા જમીન શખ્સે પચાવી પાડી

ભણગોરની મહિલાની 15 વીઘા જમીન શખ્સે પચાવી પાડી

વર્ષ 2010 થી ખરીદ કરી ત્યારથી ગેરકાયદેસર કબ્જો કર્યો : કલેકટરને કરાયેલી અરજી બાદ ડીવાયએસપી દ્વારા ગુનો નોંધી તપાસ

- Advertisement -

લાલપુર તાલુકાના ભણગોર ગામની સીમમાં આવેલી 15 વીઘા ખેતીની જમીન મહિલાના પરિવારજને જ 2010 ની સાલથી ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડયાની ફરિયાદના આધારે ગ્રામ્ય ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા અને ખેતી કરતાં રંજનબેન ગોગનભાઈ ગગુભાઈ ગોજિયા (ઉ.વ.49) નામના મહિલાએ વર્ષ 2010 માં ભણગોર ગામમાં જૂના સર્વે નંબર 134/1 તથા નવા 738 ની હેકટર 02-45-97 ચોરસ મીટરની 15 વીઘા ખેતરની જમીનમાં ખરીદ કરી ત્યારથી તેના જ ગામના ધરણાંત ગગુભાઈ ગોજિયા નામના પરિવારજને ગેરકાયદેસર કબ્જે કરી પચાવી પાડી હતી. આ જમીન પચાવી પાડવા અંગે કલેકટરને કરેલી અરજીના સંદર્ભે ગ્રામ્ય ડીવાયએસપી આર બી દેવધા તથા સ્ટાફે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular