જામનગરમાં ગોકુલનગર રડાર રોડ પર લીલાપીઠ પાસેથી સિટી સી ડીવીઝન પોલીસે 9 શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10,210 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર રડાર રોડ પર લીલાપીઠ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની સિટી સી ના હેકો નારણભાઈ સદાદીયા તથા પો.કો. ધર્મેશભાઈ મોરીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે.વી. ચૌધરી, પ્રો.એએસઆઈ રાજુભાઈ જોગલ, લક્ષ્મણભાઈ ચાવડા, હેકો નારણભાઈ સદાદીયા, મયુરસિંહ જાડેજા, પો.કો. જોગેન્દ્રસિંહ પાલ, જયપાલસિંહ ડોડિયા, ધર્મેશભાઈ મોરી, વનરાજસિંહ ચૌહાણ સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન મોનુ રાજકુમાર રાવત ઠાકુર, હાકેમસિંહ માખનસિંહ કુશ્વાહા, ભગવાનસિંહ લાલારામ કુશ્વાહા, જગમોહન ગંભીર કુશ્વાહા, રવિન્દ્ર મોરસિંહ સેંગર, અશોક ગંભીરસિંહ કુશ્વાહા, ધર્મેન્દ્રરામ લક્ષ્મરામ કુશ્વાહા, રામદાસ ગણેશદાસ કુશ્વાહા, રાજકિશોર પપ્પુ કુશ્વાહા સહિત નવ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10,210ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કબ્જે કરી જૂગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.