જામનગર શહેરમાં દિ.પ્લોટ 49 રોડ પર આવેલી ઈંડાકળીની રેંકડીએ કૂતરા માટે ઈંડા લેવા ગયેલા યુવાનને અન્ય બે શખ્સો સાથે માથાકૂટ થતા બંને શખ્સોએ યુવાનને ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા કમલેશ વિરાભાઈ સોલંકી નામના યુવાન સોમવારે રાત્રિના સમયે દિ.પ્લોટ શેરી નં.49 રોડ પર આવેલી ઈંડાની રેંકડીએ તેના કૂતરા માટે ઈંડા લેવા ગયો હતો તે દરમિયાન સાગર કિશોર મકવાણા નામના શખ્સ સાથે માથાકૂટ થતા સાગર કિશોર મકવાણા અને અજાણ્યા સહિતના બે શખ્સોએ એકસંપ કરી કમલેશને જેમ ફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારીને પતાવી દેવાની ધમકી આપી હતી. ધમકી આપ્યાના બનાવમાં જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.