Saturday, January 31, 2026
Homeહેલ્થ એન્ડ વેલનેસઉનાળાની ઋતુમાં તમારી ડાયેટમાં કઇ-કઇ ચીજો હોવી જરૂરી છે...??

ઉનાળાની ઋતુમાં તમારી ડાયેટમાં કઇ-કઇ ચીજો હોવી જરૂરી છે…??

સમગ્ર દેશભરમાં ગરમી હદ વટાવી ચૂકી છે. હાલ ઉક રાજ્યોમાં વાતાવરણ ડોળાયું છે. ત્યારે ઉનાળાની ઋતુમાં તમારી ડાયેટમમાં કઇ-કઇ ખાદ્ય સામગ્રી હોવી જરુરી છે. તે જાણીએ… ઉનાળાની ઋતુમાં ખાવા-પીવામાં બેદરકારી નુકસાનકારક સાબિત થઇ શકે છે. ગરમીમાં તમારે બોડીને હાઇડ્રેટ રાખવું ખાસ જરુરી છે. જેથી શરીરને લૂ ન લાગે નહીં તો તમને ઉલ્ટી, ચક્કર, માથાનો દુ:ખાવો, ઝાડા જેવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તો ગરમીમાં શું આરોગવું ચાલો જોઇએ…

- Advertisement -

સંતરા : સંતરાની તાસીર ઠંડી છે. તેમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે. ઉપરાંત તેમાં વિટામીન સી, ઇ, કેલ્શિયમ અને ફાયબર પણ જોવા મળે છે. તેમાં રહેલુ પોટેશિયમ ડિહાઇટ્રેશન થતાં જ શરીરની માસપેસીઓને સપોર્ટ કરે છે.

તરબૂચ : તરબુચ એ ઉનાળાની ઋતુમાં ખાઇ શકાય તેવું બેસ્ટ ફ્રૂટ છે. તેમાં મોટી માત્રામાં પાણી હોય છે. જે શરીરને હાઇડ્રેટ રાખે છે. સાથે-સાથે તેમાં વિટામીન-સી છે. પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ જોવા મળે છે. જે શરીર માટે ફાયદાકારક છે.

- Advertisement -

કાકડી : કાકડીમાં 95.5 પાણી હોય છે. આ ઉપરાંત વિટામીન, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ ભરપુર માત્રામાં અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં છે. કાકડી શરીર માટે ડિટોકીસફાયર છે. તેમાં કેલેરી બહુ ઓછી હોય છે. જે વન ઘટાડવામાં પણ મદદ કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular