Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં આશાસ્પદ યુવકની આત્મહત્યા

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં આશાસ્પદ યુવકની આત્મહત્યા

ગુરૂવારે બપોરે લોખંડના પાઇપમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા : લાખાબાવળ નજીક કેનાલમાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો : ઓળખ મેળવવા પોલીસ તપાસ

- Advertisement -

જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા યુવકે ડો. બાબાસાહેબ આંબેડકર ગેઇટની અંદર લોખંડના પાઇપમાં ચુંદડી વડે ગળોફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જામનગર તાલુકાના લાખાબાવળ અને સરમત ગામની કેનાલના જોઇન્ટ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં પોલીસે ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ગેઇટની અંદર રહેતા રમેશભાઇ રાજાભાઇ ચાવડા નામના આધેડના પુત્ર હિતેન્દ્ર ચાવડા (ઉ.વ.24) નામના યુવાને ગુરુવારે બપોરના સમયે લોખંડના પાઇપમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવકને હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતાં એએએસઆઇ ડી.જે. જોશી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ જામનગર તાલુકાના લાખાબાવળ ગામની સીમમાંથી સરમત ગામની કેનાલના જોઇન્ટ પર ગુરુવારે સવારના સમયે આશરે ચાલીસેક વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યાની જાણ નુરમામદભાઇ દ્વારા કરવામાં આવતાં રો-આઇપીએસ અજયકુમાર મીણા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા માટે અને તેના વાલીવારસની શોધખોળ માટે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ આરંભી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular