રાજકોટમાં હસમુખભાઇ માવજી મહેતા આરાધના ભવન, 36 જન કલ્યાણ સોસાયટી ખાતે ગોંડલ ગચ્છ શિરોમણી પૂ. જશરાજજી મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ. સૂર્ય-વિજય મહાસતીજીના સુશિષ્યા પૂ. ભાનુબાઇ મ.સ.ની નિશ્રામા 36 વર્ષની ઉંમરે 52 વર્ષના દિક્ષા પર્યાય સહિત બા.બ્ર. પૂ. ધર્મિષ્ઠાજી મહાસતીજી આજે સવારે 5 કલાકે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે. દેવેન્દ્રમુનિ મ.સા.ની નિશ્રામાં નિર્યામણાવિધિ કરાવેલ છે.
લાઠ-ીમોશ નિવાસી હાલ રાજકોટ માતા કાંતાબેન અને પિતા ચુનિલાલ જેઠાલાલ દેસાઇના ગૃહાગણે જન્મેલા અને 24 વર્ષની વયે વિ.સ. 2028, વૈશાખ સુદ-13ના રાજકોટમાં દિક્ષા અંગીકાર કરેલ હતી. આજે સવારે 9 વાગ્યે પાલખીયાત્રા જય જય નંદાના જયનાદે નિકળી હતી. મહાબલીપુરમ્ ખાતે પૂ. ગુરુદેવ જશરાજજી મ.સા. તથા કલકત્તા બિરાજીત પૂ. ધીરજગુરુદેવ ગુણાંજલિ અર્પણ કરેલ હતી.