જામનગર શહેરમાં લાખોટા તળાવમાં ગઈકાલે યુવાન તળાવમાં પડી જતાં ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ યુવાનને તળાવમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બાલા હનુમાનજી મંદિર સામે આવેલા લાખોટા તળાવના ગેઈટ નંબર 8 પાસેના તળાવમાં ગઈકાલે નિતિનભાઈ ચુડાસમા નામની વ્યક્તિ અકસ્માતે પાણીમાં પડી ગઈ હતી. આ અંગેની જાણ ફાયરમાં કરવામાં આવતા ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ નીતિનભાઈ ચુડાસમા નામના વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ સમયે લોકો એકઠા થઈ ગયા હતાં. ફાયર દ્વારા યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો.