ઉનાળામાં આકરા તાપમાં ફરવા જતા લોકો સનસ્ક્રીનનો ઉપયોગ તો કરે છે પરંતુ સનસ્ક્રીનનો ઉપયોગ તો કરે છે. પરંતુુ સનસ્ક્રીન લગાડવાની સાચી રીતે જાણી લેજો નહીં તો સ્કીન ટેનિંગ થઈ જશે. અમેરિકન સોસાયટી ઓફ ડર્મેટોલોજી એ સનસ્ક્રીન લગાડવા માટે સાચી રીતે બતાવી છે. અમેરિકન સોસાયટી ઓફ ડર્મેટોલોજીનું કહેવું છે કે સનસ્ક્રીન લોશન એસપીએફ 30 કે તેનાથી વધુ હોવું જોઇએ. જેનાથી યુવીએ અને યુવીબી કિરણોથી સ્કીનને પ્રોટેકટ કરે છે જ્યારે સનસ્ક્રીનમાં આયરન સ્કીન પર કાળા ધબ્બા થતા રોકે છે. બહાર જવાના 15 મિનિટ પહેલાં સનસ્ક્રીન લોશન લગાવવું જોઇએ. 28 ગ્રામ સનસ્ક્રીનને સ્કીન પર લગાવવાનું હોય છે જેને લગાવીને સુકાવા દેવું જોઇએ. લગાડવામાં કંજુસી ના કરવી. કપડાથી ઢંકાયા વગરના શરીર તર સનસ્ક્રીન લગાવું જોઇએ બહાર જતી વખતે દર બે કલાકે સનસ્ક્રીન લગાડવું જરૂરી છે. જેથી સ્કીન ટેન ન થાય.