સગીરા સાથે દુષ્કર્મના કેસમાં પોકસો કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ, ગત તા.15-1-2020 ના રોજ ફરિયાદી દ્વારા અજય લીલાધર સીતાપરા સામે ફરિયાદીની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ જઈ સપડા, વરૂડી, રાજકોટ સહિતના સ્થળોએ લઇ જઈ દુષ્કર્મ આચર્યુ હોવા અંગેની જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ગુના અંગેની પોલીસ દ્વારા તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવ્યું હતું. આ કેસ જામનગરની સ્પે. પોકસો કોર્ટમાં ચાાલતા ભોગ બનનાર તથા તેમના માતા-પિતાની જુબાની અને ફરિાયાદને સમર્થન મળતું ન હોય, તે અંગે બચાવ પક્ષોના વકીલની દલીલો ધ્યાને લઇ સ્પે. કોર્ટના જજ એ.એ.વ્યાસ દ્વારા આરોપી અજય લીલાભાઈ સીતાપરાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ ધર્મેશ એચ. ગોંડલિયા, રવિરાજસિંહ કે. સોઢા, અનિતા સી. રામવાણી રોકાયેલા હતાં.