Sunday, December 29, 2024
Homeરાજ્યજામનગરઉછીના રૂપિયા થોડા દિવસ પછી આપવાનું કહેતાં વેપારી ઉપર હુમલો

ઉછીના રૂપિયા થોડા દિવસ પછી આપવાનું કહેતાં વેપારી ઉપર હુમલો

એક વર્ષ પહેલાં લીધેલા રૂા.10 હજાર માંગણી : ધંધો બરાબર ન હોવાથી થોડા દિવસ પછી આપી શકશે: વેપારી ઉપરના ઘા ઝીંકયા

- Advertisement -

જામનગર શહેરના પુનિતનગર વિસ્તારમાંથી પસાર થતા વેપારી યુવાને થોડા સમય પછી પૈસા આપવાનું કહેતાં શખ્સે ઉશ્કેરાઈને છરી વડે હુમલો કરતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

બનાવની વિગત ુમજબ, જામનગર શહેરમાં રાંદલનગર વિસ્તારમાં રહેતાં રાજેન્દ્રસિંહ દિપસિંહ જાડેજા નામના વેપારી યુવાને એક વર્ષ પહેલાં યોગીરાજસિંહ જેઠવા પાસેથી રૂા.10000 ઉછીના લીધા હતાં અને ગત તા.7 ના રોજ સાંજના સમયે પુનિતનગરમાંથી પસાર થતા વેપારીને યોગીરાજસિંહે રૂા.10000 ની માંગણી કરતાં વેપારીએ હમણાા ધંધો સરખો ચાલતો નથી હું થોડા દિવસ પછી આપી દઇશ તેમ કહેતા યોગીરાજસિંહે છરી વડે વેપારી રાજેન્દ્રસિંહ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઘવાયેલા વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલે દોડી જઇ નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular