આજના આધુનિક યુગમાં દરેક વ્યતિનો એક કોમન પ્રશ્ન થઇ ગયો છે. વજન બેઠાળું જીવનમાં શરીર પર ચરબીના થર જામતા જાય છે. ત્યારે વજન ઉતારવાનું વિચારતા લોકો ડાયેટીંગથી ડરી જતા હોય છે. પરંતુ અમુક એવા ટેસ્ટી ફુડ પણ છે. જે આરોગવાથી વજન ઘટી શકે છે.
વજન ઘટાડવાની વાત આવે ત્યારે સૌથી પહેલાં મગજમાં ડાયેટીંગ અને જીમનો વિચાર આવે ત્યારે જો તમને કહેવામાં આવે કે ટેસ્ટી ફુડ ખાયને પણ વજન ઘટાડી શકાય છે. તો તમે શું કહેશો ? વજન ઘટાડવા માટે અકે સિમ્પલ ગણિત છે. જેમાં તમારૂં શરીર જેટલી કેલેરી બર્ન કરે છે તેનાથી ઓછી કેલેરી તમે લેવાની હોય અને મેટાબોલીઝમ વધારે હોય તેવો ખોરાક લેવો જોઇએ જેમ કે,
ડાર્ક ચોકલેટ : તમને જાણીને નવાઇ લાગશે કે, ચોકલેટથી પણ વજન ઘટી શકે છે. જેના માટે તમારે સુગર અને મિલ્ક વગરની ડાર્ક ચોકલેટની પસંદગી કરવાની રહેશે.
ટી સુપ : ભોજનની શરૂઆત એક કપ સુપથી કરવાથી વજન ઘટી શકે છે પરંતુ સુપમાં ક્રિમ અને માખણના બદલે વેજીટેબલનો વધુ પડતો ઉપયોગ કરી શકાય છે.
ડ્રાય ફુટસ : બદામ, મગફળી, અખરોટ અને કિસમીસ જેવા ડ્રાયફુટ પ્રોટીન, વિટામીન્સ, મિનરલ્સ અને એટીઓકિડેટનો બેસ્ટ સોર્સ છે જે શરીરને તાકાત આપે છે. જયારે તમે ડ્રાયફુટસ ખાવ ત્યારે તમારૂં પેટ ભરેલું લાગે છે જેનાથી તમે વારંવાર કંઇક ખાવાનું ટાળો છો. અને શરીરમાં મેટાબોલિઝમ પણ વધારે છે જેથી તમે ઝડપથી ફેટ બર્ન કરી શકો છો.
આ આ પ્રકારના ટેસ્ટી અને આવા ગમે તેવા ખોરાકથી પણ વજન ઘટાડી શકાય છે.