પરિક્ષાઓ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને પરિણામના દિવસની રાહ હોય છે. એમાં પણ ગણિત-વિજ્ઞાનના માર્ક્સ પર સૌની નજર હોય છે. ત્યારે જો કોઈ વિદ્યાર્થીને 200 માંથી 212 માર્ક્સ હોય તો…!!??
ગુજરાતના દાહોદમાં એક વિદ્યાર્થીની માર્કશીટ ખુબજ વાયરલ થઇ છે જેમાં ગણિતમાં 200 માંથી 212 અને ગુજરાતીમાં 200 માંથી 211 માર્ક્સ આપવામાં આવ્યા હતા. જો કે ભૂલ ધ્યાને આવતા શાળા દ્વારા માર્કશીટમાં સુધારો કરવામાં આવ્યો હતો અને સુધારેલું પરિણામ પત્રક આપવામાં આવ્યું હતું. પરંતુ સોશિયલ મીડિયા પર આ વિષય લોકો માટે હાસ્યાસ્પદ બન્યો હતો.