જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં લગ્નપ્રસંગના જમણવારમાં થયેલી બોલાચાલીનો ખાર રાખી જેઠાણી ઉપર તેની દેરાણીના ભાઈ-ભાભી દ્વારા હુમલો કરી ધમકી આપવામાં આવી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં વાછરા ડાડાના મંદિર પાસે રહેતાં શિતલબા લખુભા જાડેજા નામના મહિલાને તેણીના દેરાણી વિજયાબા સોઢા અને વિજયાબાના ભાઈ મહેન્દ્રસિંહ ઉર્ફે લાલાભાઈ સોઢા, અજયસિંહ સોઢા સાથે 10 થી 12 દિવસ પહેલાં લગ્નપ્રસંગના જમણવારમાં થયેલી બોલાચાલીનો ખાર રાખી શનિવારે સવારના સમયે મહેન્દ્રસિંહ સોઢા, અજયસિંહ સોઢા, રિંકુબા સોઢા, શિલાબા સોઢા અને વિજયાબા સોઢા સહિતના પાંચ શખ્સોએ એકસંપ કરી ખોડિયાર કોલોની વિસ્તારમાં શિતલબાને ગાળો બોલી મુંઢ ઈજા કરી પતાવી દેવાની ધમકી આપી હતી આ બનાવમાં એએસઆઇ એફ.જી.દલ તથા સ્ટાફે જેઠાણી શિતલબાના નિવેદનના આધારે તેમની દેરાણી વિજયાબા સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.